શ્રી સોરઠીયા રોહીદાસ વંશી જ્ઞાતિ શૈક્ષણિક ટ્રસ્ટ, સુરત દ્વારા 2000 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

સુરત: શ્રી સોરઠીયા રોહીદાસ વંશી જ્ઞાતિ શૈક્ષણિક ટ્રસ્ટ, સુરત દ્વારા તા. 8 જૂન 2025ના રોજ ભરીમાતા કોમ્યુનિટી હોલ ખાતે સાંજે 5 વાગ્યે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સુરત લોકસભાના સાંસદ  મુકેશભાઈ દલાલસુરત મહાનગર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ, તેમજ સામાજિક આગેવાનો અશોકભાઈ ગોહિલ, પરેશભાઈ મેવાડા (ભરૂચ), કિશોરભાઈ ડોડીયા, હેમલતાબેન કટરીયા, દીપ્તિબેન મિયાત્રા, મીનાક્ષીબેન, જ્યોતિબેન, શનિભાઈ સરવૈયા, અશોકભાઈ ડોડીયા, ગીરીશભાઈ સોલંકી અને કેતનભાઈ વાટવેશા ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી વિના મૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે લગભગ 2000 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું, જે શિક્ષણક્ષેત્રે મહત્ત્વનું યોગદાન છે.

ટ્રસ્ટના આ સેવા કાર્યની તમામ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં વધુ શૈક્ષણિક  કાર્યક્રમો થવાથી સમાજના બાળકોને શિક્ષણ માટે નવો આત્મવિશ્વાસ મળે તેમ જણાવ્યું હતું.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *