હાઈકલમાં પર્યાવરણ દિવસની ઉજવણી

કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

પાનોલી જીઆઈડીસીમાં આવેલી હાઈકલ કંપની ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. “Inspired by Nature. For Climate. For Our Future” થીમ હેઠળ આયોજિત કાર્યક્રમમાં કંપનીના કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમ અંતર્ગત કંપની પરિસરમાં વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું. જેમાં વિવિધ વિભાગોના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કંપનીના વરિષ્ઠ અધિકારીઓ, ઇજનેરો, તાલીમાર્થીઓ તેમજ અન્ય કર્મચારીઓ એક સાથે જોડાયા હતા અને રોપાઓનું વાવેતર કર્યું હતું.

હાઈકલ દ્વારા જણાવાયું હતું કે પર્યાવરણનું જતન માત્ર એક દિવસની ઉજવણી પૂરતું સીમિત નથી. પરંતુ તે દરેક વ્યક્તિની જવાબદારી છે. વૃક્ષારોપણ અભિયાન દ્વારા કર્મચારીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે અને હરિત ભવિષ્ય માટે સૌ સાથે મળીને યોગદાન આપે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કંપની દ્વારા ટકાઉ વિકાસ અને જવાબદાર ઉત્પાદન પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *