ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ તથા AICCના સેક્રેટરી અને મધ્ય ઝોનના સહપ્રભારી શ્રી રામકિશન ઓઝા દ્વારા નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેનિફેસ્ટો કમિટીમાં કોંગ્રેસ પક્ષના 23 પ્રતિભાશાળી અને સમર્પિત આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે.

આ નિમણૂક નડિયાદ શહેરના વિકાસ માટે જનહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને મજબૂત મેનિફેસ્ટો તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ પગલું છે.

આ મેનિફેસ્ટો કમિટી નડિયાદના નાગરિકો સાથે સંવાદ સાધી, તેમના પ્રશ્નો અને આશાઓને પ્રાથમિકતા આપીને, શહેરને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. — કોંગ્રેસ
નવનિયુક્ત તમામ આગેવાનોને આ મહત્વની જવાબદારી મળવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
નડિયાદ થી જય શ્રીમાળી..

