નારદ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નડિયાદ ખાતે પત્રકારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો


નડિયાદ, તા. 18 મે, 2025. નારદ જયંતિ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના નડિયાદ જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા નડિયાદ ખાતે સ્થાનિક પત્રકારો સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પત્રકારત્વના મૂલ્યો, સમાજમાં મીડિયાની ભૂમિકા અને નારદ મુનિના આદર્શોની પ્રેરણા વિશે ચર્ચા કરવાનો હતો.

કાર્યક્રમમાં નડિયાદના અગ્રણી પત્રકારો, સંઘના કાર્યકર્તા અને સ્થાનિક સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. વક્તા તરીકે વિભાગ સહ કાર્યવાહ શ્રી દિલીપભાઈ પંચાલ દ્વારા સંવાદ દરમિયાન, દેવર્ષિ નારદજી ના વિશ્વ ના પ્રથમ પત્રકાર તરીકેના જીવનપ્રસંગ અને વર્તમાન સમયના પત્રકારત્વની નૈતિકતા, સત્યનિષ્ઠા અને સમાજના ઉત્થાન માટે મીડિયાના યોગદાન પર ઊંડી ચર્ચા કરી નારદ મુનિના જીવન અને તેમના સંદેશાવાહક તરીકેના યોગદાનને યાદ કરી, આધુનિક પત્રકારોને સત્ય અને ન્યાયના પથ પર ચાલવા પ્રેરણા આપી.

વક્તાએ વધુમાં જણાવ્યું કે, “નારદ જયંતિ એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ સમાજમાં સત્ય અને જ્ઞાનના પ્રસાર માટે પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. પત્રકારો આજે આ ભૂમિકા નિભાવવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે.”

આ કાર્યક્રમ સંદર્ભે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના નડિયાદ વિભાગ સંઘ ચાલક શ્રી રશિકભાઇ પટેલ, નડિયાદ વિભાગ સહ કર્યવાહ શ્રી દિલીપભાઈ પંચાલ, નડિયાદ જિલ્લા કાર્યવાહ શ્રી ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ, નડિયાદ જિલ્લા પ્રચાર પ્રમુખ શ્રી નીતિનભાઈ વાસાણી ઉપસ્થિત રહ્યા..

આ કાર્યક્રમમાં વર્તમાન પરિપેક્ષ માં આપણી ભૂમિકા વિષય પર સકારાત્મક સંવાદ થયો અને રચનાત્મક સૂચનોનું આદાન-પ્રદાન થયું. કાર્યક્રમના અંતે, સૌએ સમાજના હિતમાં સહયોગથી કામ કરવાનો સંકલ્પ લીધો.

ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 3.7 / 5. Vote count: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *