યુપીએલે COP30 પૂર્વે વૈશ્વિક પહેલ ‘#AFarmerCan’ લોન્ચ કર્યું, ખેડૂતોને દર્શાવ્યા ક્લાઈમેટ હિરોઝ

ટકાઉ કૃષિ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી યુપીએલે બ્રાઝિલના બેલેમમાં 10-21 નવેમ્બર, 2025 દરમિયાન યોજાનારી 30મી યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ (COP30) પૂર્વે તેના ગ્લોબલ કેમ્પેઇન ‘#AFarmerCan – The hero you don’t know you need’ના લોન્ચની જાહેરાત કરી હતી. આ કેમ્પેઇન ક્લાઇમેટ હીરોઝ તરીકે ખેડૂતોનું સન્માન કરે છે અને આબોહવા સ્થિતિસ્થાપકતા ઊભી કરવામાં તેમની મહત્વની ભૂમિકાને સમજવા માટે વૈશ્વિક અગ્રણીઓને આહ્વાન કરે છે.

140થી વધુ દેશોમાં હાજરી સાથે યુપીએલ સીમાંત ખેડૂતો અને મોટા વ્યવસાયિક ખેડૂતો સાથે ઘનિષ્ઠપણે કામ કરે છે અને તેમને ક્લાઇમેટ એક્શન અને ફૂડ સિક્યોરિટીને આગળ વધારવા માટે ટકાઉ કૃષિ સોલ્યુશન્સ સાથે સશક્ત બનાવે છે. આ અનુભવ પર આગળ વધતા યુપીએલે સમગ્ર વિશ્વના 20 ખેડૂતોની પ્રેરણાદાયી વાર્તાઓ તૈયાર કરી છે જે દર્શાવે છે કે કેવી રીતે કૃષિ ગ્રીનહાઉસ ગેસ (જીએચજી) મિટિગેશન, ઊર્જા સુરક્ષા, જળ સંવર્ધન, સોઇલ હેલ્થ રિજનરેશન અને જૈવવિવિધતા સંરક્ષણમાં વધારો કરી શકે છે. આ એ પાંચ પાયા છે જે COP30 ખાતે યુપીએલના જોડાણને માર્ગદર્શિત કરે છે.

યુપીએલનું #AFarmerCan કેમ્પેઇન એક અસરકારક અપીલ કરે છેઃ નીતિઓ ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ બનાવવી જોઈએ. ગ્રાહકોએ તેમની શક્તિ, સ્થિતિસ્થાપકતા અને નવીનતાને માન્યતા આપવી જોઈએ અને તેની ઉજવણી કરવી જોઈએ.

તેના કેમ્પેઇનની હિમાયતના ભાગરૂપે યુપીએલ ખેડૂત સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવા માટે ચાર પાયાની પ્રોત્સાહક યોજના રજૂ કરી રહી છેઃ

પેઃ ક્લાઇમેટ-સ્માર્ટ પ્રેક્ટિસીસ અપનાવવા બદલ ખેડૂતોને વળતર
• પ્રોટેક્ટઃ જોખમો સામે સુરક્ષા આપવા માટે ખેડૂતોને સબસિડી અને વીમો આપવો
• પ્રોક્યોરઃ પ્રમાણિત ટકાઉ પાક માટે જાહેર બજારો સુધીની ખેડૂતોની પહોંચ મજબૂત બનાવવી
• પ્રમોટઃ ખેડૂતો માટે ડિજિટલ ટૂલ્સ, સોઇલ હેલ્થ ડેટા અને નોલેજ ટ્રેનિંગને વધારવી

આ પહેલ અંગે યુપીએલના ચેરમેન અને ગ્રુપ સીઈઓ જય શ્રોફે જણાવ્યું હતું કે “#AFarmerCan સાથે, અમે એક સરળ પણ તાત્કાલિક સંદેશ આપી રહ્યા છીએ કે આબોહવા સ્થિતિસ્થાપકતાનું ભવિષ્ય ખેતરોમાં શરૂ થાય છે. ખેડૂતો પહેલેથી જ નવીનતા, અનુકૂલન અને પુનર્જીવનના આ માર્ગ પર આગળ વધી રહ્યા છે. આમ છતાં આબોહવા અંગેની વૈશ્વિક ચર્ચામાં તેમના યોગદાનને ઓછી માન્યતા આપવામાં આવી છે. આ અભિયાન નીતિ ઘડનારાઓ, સંસ્થાઓ અને ગ્રાહકોને ખેડૂતો સાથે ઊભા રહેવા, તેમને સશક્ત બનાવવા અને તેમને આબોહવા માટેની કામગીરીમાં કેન્દ્રસ્થાને રાખવા માટે અમારું આહ્વાન છે.”

યુપીએલ બ્રાઝિલ અને મુખ્ય બજારોમાં વૈશ્વિક 360 ડિગ્રી કેમ્પેઇન દ્વારા પોતાનો સંદેશ વધારી રહી છે, જેમાં હાઇ-ઇમ્પેક્ટ આઉટડોર બ્રાન્ડિંગને ઇમર્સિવ ડિજિટલ જોડાણ સાથે ભેળવવામાં આવ્યું છે. બેલેમમાં આ કેમ્પેઇન એરપોર્ટ સાઇનેજ, 1,000થી વધુ બ્રાન્ડેડ ટેક્સી અને 200 બસોનો સમાવેશ કરે છે જે QR કોડ ધરાવે છે અને તે ખેડૂતોની શક્તિશાળી પ્રત્યક્ષ વાર્તાઓને અનલોક કરે છે. ટાર્ગેટેડ ડિજિટલ કેમ્પેઇન, સોશિયલ મીડિયા એક્ટિવેશન્સ અને ખેડૂતોને આબોહવા નાયકો તરીકે દર્શાવતી એક રસપ્રદ ફિલ્મો તેને પૂરક બનાવે છે. કેમ્પેઇનમાં પર્યાવરણને અનુકૂળ મર્ચન્ડાઇઝ જેમ કે ટી-શર્ટ, ટોટ બેગ અને પાણીની બોટલો પણ સામેલ છે.

યુપીએલ COP30ના બ્લુ ઝોનમાં હાજર રહેશે જે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (યુએનએફસીસીસી) દ્વારા ઔપચારિક વાટાઘાટો અને નેશનલ પેવેલિયન માટે આયોજિત ઓફિશિયલ એરિયા છે જેમાં બ્રાઝિલની Mió બ્રાન્ડમાંથી કાર્બન-સ્માર્ટ કોફી પીરસવામાં આવશે. ઉત્સર્જન કરતા વધુ કાર્બન ડાયોક્સાઇડ મેળવતી કોફી પીરસીને, યુપીએલ પ્રતિનિધિઓને ક્લાયમેટ-સ્માર્ટ ખેતી, વૈશ્વિક ક્લાયમેટ લક્ષ્યો તરફ પ્રગતિને કેવી રીતે વેગ આપી શકે છે તેનો મૂર્ત અનુભવ પૂરો પાડશે. આ સ્પોન્સરશિપના ભાગરૂપે, યુપીએલે કોન્ફરન્સના સત્તાવાર બ્રાન્ડિંગનો ઉપયોગ કરવાના અધિકારો પણ મેળવ્યા છે.

‘#AFarmerCan – The hero you don’t know you need’ દ્વારા, યુપીએલ એક વૈશ્વિક અભિયાનને આકાર આપવાની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે જે ખેડૂતોની ક્લાઇમેટ હીરોઝ અને વધુ સ્વસ્થ વિશ્વના રક્ષકો તરીકે ઉજવણી કરે છે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *