રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તારીખ 7 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટીમ દ્વારા કેન્સર ની જાગૃતિ અને કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરાયું

ભારત દેશમાં તારીખ 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,ત્યારે સુરત શહેરની અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમ દ્વારા “એક નિશ્ચય, મેળવીએ કેન્સર પર વિજય” અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં એક મહિના સુધી કેન્સર ની જાગૃતિ અને કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 7 નવેમ્બર થી 6 ડિસેમ્બર,2025 સુધી સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિવર્સલ હોસ્પિટલમાં આ કેમ્પ યોજાશે.

ભારત દેશ કેન્સરના બનાવોમાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે અને કેન્સરથી થતા મૃત્યુદરમાં બીજા ક્રમે છે. આજ ના સમય માં લગભગ દરેક ચોથા પરિવારને તેનો સામનો કરવો પડે છે.સમયસર ચકાસણી આ બીમારી ની સામે એક મજબૂત અને મોટો હથિયાર બને છે.જેથી આ ગંભીર બીમારી વિષે લોકોમાં હજી જાગૃતિ લાવવાની ખુબજ જરૂરિયાત છે.

“એક નિશ્ચય, મેળવીએ કેન્સર પર વિજય ” અભિયાન અંતર્ગત અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમના ત્રણ નિષ્ણાત સર્જન ડોક્ટર મિશાલ શાહ, ડોક્ટર સોહમ પટેલ અને ડોક્ટર મૃદુલ પટેલની દેખરેખ હેઠળ આ કેમ્પ એક મહિના સુધી ચાલશે. આ કેમ્પમાં દર્દીઓને ખાસ રાહતદરે કેન્સર ની સ્ક્રીનિંગ આપવામાં આવશે. સેન્ટર ખાતે અદ્યતન HIPEC, PIPAC, માઇક્રોસ્કોપિક અને લેસર સર્જરી સાથે 3D અને 4K લેપ્રોસ્કોપી સિસ્ટમ તથા ICG મોનેટરીંગ ટેક્નોલોજી થી સજ્જ છે, જે દરેક દર્દીઓ માટે ચોકસાઈ,સુરક્ષા અને વર્લ્ડ ક્લાસ સર્જીકલ પરિણામોની ખાતરી આપે છે.

  • અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમના ડૉ. મિશાલ શાહએ જણાવ્યું હતું કે “જ્યારે કેન્સર સમયસર પકડાય છે ત્યારે તે સંપૂર્ણ રીતે સારવાર યોગ્ય હોય છે. આ અભિયાન ફક્ત લોકોમાં સમયસર ચકાસણી માટે જાગૃતા લાવવા માટે છે.”
  • અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમના ડૉ. સોહમ પટેલએ જણાવ્યું હતું કે, “ માત્ર જાગૃતિ છે જે કેન્સર સામેની પ્રથમ રક્ષા છે. દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય માટે જવાબદારી લેવી જોઈએ.”
  • અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમના ડૉ. મૃદુલ પટેલએ જણાવ્યું હતું કે, “અમે દક્ષિણ ગુજરાતમાં વિશ્વસ્તરની કેન્સર સર્જરી ની સુવિધા પ્રદાન કરી રહ્યા છે જેથી હવે સુરત અને આસ – પાસ વિસ્તારના લોકોને સારવાર માટે દૂર જવું નહીં પડશે.

આ કેમ્પ માં વાપી થી તાપી સુધી ના લોકો આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *