
ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાના અખોડ ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં દીપક ફિનોલીકસના સહયોગથી દીપક ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ “પ્રોજેકટ વિવેક વિદ્યા” અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

તા. ૫ જૂન, ૨૦૨૫ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં પર્યાવરણ જાગૃતિ માટે વિશિષ્ટ પ્રવૃત્તિઓ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. બાળકોમાં પર્યાવરણ પ્રત્યે સચેતના વધે તે હેતુથી 50થી વધુ વિદ્યાર્થીોએ વૃક્ષારોપણ કરી અને તેનું જતન રાખવાની જવાબદારી પણ સંભાળી.

આ પ્રસંગે SMC કમિટી અધ્યક્ષ શ્રી જયદીપસિંહ પરમાર, તલાટી શ્રી વિજયભાઈ ડામોર, પંચાયતના સભ્ય શ્રી વિજયભાઈ ગોહિલ તેમજ દીપક ફાઉન્ડેશનની “વિવેક વિદ્યા” ટીમ ઉપસ્થિત રહી હતી.“પ્રોજેકટ વિવેક વિદ્યા” દ્વારા ગ્રામીણ શાળાઓમાં બાળકોમાં વાંચનક્ષમતા, ભાષાજ્ઞાન, સર્જનાત્મકતા અને વિચારશક્તિનો વિકાસ થાય તે માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ ભાષા વિકાસ માટે લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે
આ કાર્યક્રમ દ્વારા બાળકોને પર્યાવરણ અંગેની જાગૃતિ મળવાની સાથે વૃક્ષોના મહત્વ વિશે પણ સમજ આપી શકાય તેવા પ્રયાસો થયા હતાં.
ભરૂચ થી ગૌતમ ડોડિઆ..