
હવામાન વિભાગની આગાહી મુજબ 24મી મેં ના વાપી સહિત વલસાડ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ભારે પવન સાથે એકાદ કલાક વરસેલા વરસાદ દરમ્યાન વાપી GIDC ના અનેક એકમોએ પોતાનું એફલયુએન્ટ વરસાદી નાળામાં ઠાલવ્યું હતું. જેને કારણે મોટાભાગના વરસાદી નાળામાં કલરયુક્ત પાણી વહેતુ જોવા મળ્યું હતું. તો, અનેક સ્ટ્રોમ વૉટર ડ્રેઇન માં પ્રિમોન્સૂન કામગીરી પણ પૂર્ણ થઈ ના હોય ઠેરઠેર કચરો, માટી, ઝાડી ઝાંખરા એમના એમ જ પડેલ જોવા મળ્યા હતાં.

શનિવારે વહેલી સવારમાં વાપી પંથકમાં પવનના સુસવાટા, વીજળીના કડાકાભડાકા સાથે 35mm જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે આ વરસાદ વરસ્યો હોય વાપી GIDC ના એનેક એકમોએ તેમનું એફલયુએન્ટ પણ વરસાદી પાણી સાથે છોડી દીધું હતું. વરસાદી પાણી સાથે એફલયુએન્ટ છોડતા GIDC ની મોટાભાગની સ્ટ્રોમ વૉટર ડ્રેઇન માં અને જાહેર માર્ગ પર લાલ, લીલું, પીળું, ભૂરા કલરનું પાણી વહેતુ જોવા મળ્યું હતું. તો, અનેક કંપનીઓએ ગેસ પણ છોડી દેતા GIDC માં મુખ્ય માર્ગો પર પસાર થતા વાહનચાલકોએ નાક ચસચરાવતી દુર્ગંધનો સામનો કરવો પડ્યો હતો. તેમજ કંપનીઓની ચીમનીઓનો ધુમાડો પણ આકાશમાં જવાને બદલે જમીન તરફ ઉતરતા વિઝીબિલિટી પણ ઘટી હતી. GIDC માં ચારેકોર ધૂધળું વાતાવરણ જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલમાં પર્યાવરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે, વાતાવરણને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપવાને બદલે GIDC ના મોટાભાગના એકમોએ પર્યાવરણને બગાડવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. ત્યારે, કમોસમી વરસાદમાં જ પોતાનું પોત પ્રકાશનારા આ ઉદ્યોગોકારો ચોમાસા ના 4 મહિનામાં કેટલા બેફામ બનશે તે સવાલ છે. આ અંગે અત્યારથી GPCB અને અન્ય સંલગ્ન સંસ્થાઓ પ્રદુષણઓ ફેલાવનારી કંપનીઓએ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે ઇચ્છનીય છે.
વાપી થી આલમ શેખ..

