નડિયાદ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી યોજાઈ

નડિયાદ, તા. 24 એપ્રિલ 2025: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે “પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર સરપંચશ્રીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી માટે સરપંચશ્રીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજની પ્રગતિને વેગ આપવાના પ્રયાસોને ઉજાગર કર્યા.

ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *