વાપી એસઓજી ટીમે ગેરકાયદેસર હથિયાર અને કારતૂસ સાથે એક ઈસમને ઝડપ્યો

-ઇસમ પાસેથી નકલી લાયસન્સ પણ મળી આવ્યું

વલસાડ એસઓજીની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે,એક શખ્સ બોગસ લાયસન્સ અને ગેરકાયદે હથિયાર સાથે ફરી રહ્યો છે.એસઓજીની ટીમે બાતમીના આધારે બારબોર સીંગલ બેરલવાળી ગન અને 13 નંગ જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો.

વલસાડ જીલ્લા SP ડૉ.કરનરાજ વાઘેલાએ આગામી લોકસભાની સામાન્ય ચુંટણીને ધ્યાને લઈ, જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સુચના આપી હતી. જે સુચના ને લઈ, વલસાડ SOG PI એ.યુ.રોઝના નેતૃત્વ હેઠળ SOGની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. જે દરમ્યાન SOGની ટીમને બાતમી મળી હતી. વલસાડ જિલ્લાના વાપીના નાની સુલફડ, શાંતીનગર, મહાદેવ કિરાણા સ્ટોર પાસે રહેતા 1 ઈસમ પાસે ડુપ્લિકેટ લાયસન્સ તથા ગેરકાયદેસર ગન અને કારતુસ હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે SOGની ટીમે, વાપી ટાઉન પોલીસ મથક હદ વિસ્તારના નાની સુલફડ, શાંતીનગર, મહાદેવ કિરાણા સ્ટોર પાસે જઇ ચેક કરતા, 39 વર્ષીય બોબી રામસનેહી યાદવને બારબોર સીંગલ બેરલવાળી 1 નંગ ગન તથા, 13 નંગ કારતુસ તથા 1 બનાવટી હથિયાર પરવાનો તથા S.D.M Aliganj (Etah) નો 1 બનાવટી રબર સ્ટેમ્પ તથા 1 મોબાઇલ ફોન મળી કુલ્લ 31,300 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો, SOGની ટીમે તેના વિરૂધ્ધ વાપી ટાઉન પોલીસ મથકે, કલમ 465, 468, 471, 473, 120(બી) તથા આર્મ્સ એકટ કલમ 25(1- બી)એ, 29 તથા જી.પી.એકટ કલમ 135 મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *