લાભીનો વરરાજા રાત્રે પરણીને,સવારે સીધો મતદાન કરવા પહોચ્યો

-સજેલા સણગારે દુલ્હો તલવાર લઇ પહોચ્યો મતદાન કરવા

પંચમહાલ જીલ્લામા આજે લોકસભાની ચુટણીને લઈને શાંતિપુર્ણ માહોલમાં મતદાન શરુ થઈ ગયુ છે. સવારથી શાંતિપુર્ણ માહોલમાં મતદાન કરવા માટે મતદારોએ લાઈનો લગાવી છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલા 286 જેટલા મતદાન મથકો પર શાંતિપુર્ણ માહોલમાં મતદાન શરુ થઈ ગયુ છે,તંત્ર દ્વારા મતદાન કરવાની અપીલ પણ કરવામા આવી હતી.

શહેરા તાલુકાના લાભી ગામે વરરાજાએ લગ્નના ફેરા ફર્યા બાદ સીધા મતદાન મથકે આવીને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લાભી ગામે રહેતા નીલેશભાઈ તલારના લગ્ન હતા અને તેમની જાન સોમવારના રાત્રે સુરેલી ગામે ગઈ હતી,તેમને રાત્રીના યોજાતા લગ્નના ફેરા ફર્યા બાદ તેઓ મંગળવારે સવારે લાભી ખાતેના મતદાન મથકે વરરાજા લગ્નના પરિધાનમાં આવી પહોચ્યા હતા.જ્યા તેમને જીંદગીની ઈનીંગ શરુ કરતા પહેલા પોતાના મતાધિકાર પવિત્ર ફરજ સમજીને મતદાન કર્યુ હતુ.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *