વાપી મામલતદાર કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ, અશક્ત અરજદારોને સરળતા રહે એ માટે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્હીલચેર દાન આપવામાં આવી

હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી તરફથી મામલતદાર કચેરીમાં એક વ્હીલચેરની ભેટ આપવામાં આવી છે. કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ, અશક્ત અરજદારો તેનો ઉપયોગ કરી શકશે. ટ્રસ્ટ દ્વારા મામલતદારના હસ્તે આ વ્હીલચેર આપવામાં આવી હતી.

મામલતદાર કચેરીમાં દરરોજ અનેક અરજદારોને સરકારી કામ માટે આવવું પડે છે. જેમાં વિકલાંગ અને અશક્ત લોકોને પણ વિકલાંગતા સર્ટિફિકેટ્સ રેશનકાર્ડ, અન્ય કામકાજ માટે કચેરી પરિસરમાં અને જે તે વિભાગમાં જવાનું સરળ રહે એ બાબતે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ યુસુફ ઘાંચી ટ્રસ્ટના સભ્યો નાસીર પાનવાલા, આસીફ ઘાંચી, અકલીમૂનનિશા ખાન, સલમાન ખાન તરફથી વ્હીલચેર દાન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને વાપી શહેર મામલતદાર કચેરીમાં વાપી શહેર મામલતદાર કલ્પનાબેન પટેલેના હસ્તે વ્હીલચેર આપવામાં આવી હતી.

વાપી થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *