
નડિયાદ, નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી જી.એચ.સોલંકીએ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઝાડા અને ઊલટીથી અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી. તેમણે દર્દીઓના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી અને તેમની સારવારની વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી.

ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સને દર્દીઓને યોગ્ય અને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી, જેથી દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે. આ ઉપરાંત, તેમણે નડિયાદ મહાનગરપાલિકાને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સાવચેતીના પગલાં લેવા અને આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું.

આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શ્રીમતી કવિતાબેન, સર્જન શ્રી ધીરેનભાઈ, ડેપ્યુટી કમિશનર શ્રી રુદ્રેશભાઈ, CDHO શ્રી ધ્રુવેશભાઈ તેમજ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલ તથા મહાનગરપાલિકાના સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત દરમિયાન, દર્દીઓના સ્વાસ્થ્યની સુધારણા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..