નડિયાદ વિધાનસભાનાં વલેટવા ગામે ₹249.10 લાખના ખર્ચે રસ્તાઓના રિસરફેસિંગ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

નડિયાદ વિધાનસભા વિસ્તારના વલેટવા ગામે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના હસ્તે ₹249.10 લાખના ખર્ચે RCC અને ડામરના રસ્તાઓના રિસરફેસિંગ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો માટે સુગમ અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા ઉભી કરવાના હેતુથી નીચે મુજબના રસ્તાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું:


1.  વલેટવા સ્મશાનથી ઢેડિયા નાકા થઈ ચારૂસેટ દવાખાના સુધીનો રસ્તો – ₹97.45 લાખ 
2. ગોકળપુરા એપ્રોચ રોડ – ₹66.29 લાખ 
3. વલેટવા કાંતિભાઈના ઘરથી લંગડી નાકા પાડગોલને જોડતો રસ્તો – ₹34.11 લાખ 
4. વલેટવા ચાંગા રોડથી જોગણી માતા થઈ પાડગોલને જોડતો રસ્તો  – ₹51.25 લાખ 

આ કાર્યક્રમમાં વલેટવા ગામના સરપંચ શ્રી રાવજીભાઈ, ડેપ્યુટી સરપંચ શ્રીમતી ઉર્મિલાબેન રમેશભાઈ, સભ્ય શ્રી ગોરધનભાઈ તેમજ અગ્રણીઓ શ્રી નટુભાઈ, શ્રી પ્રતાપભાઈ, શ્રી મનુભાઈ, શ્રી કનુભાઈ અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રકારના વિકાસલક્ષી કાર્યો ગ્રામીણ વિસ્તારોની સુખાકારી અને સમૃદ્ધિ માટે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

નડિયાદ થી જય શ્રીમાળી..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *