વસો ગામે પીવાના પાણીની સુવિધા માટે બોર અને પમ્પિંગ મશીનરીના કામનું ખાતમુહૂર્ત થયું



વસો, તા. 19 મે, 2025: વસો ગામે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે દાતાશ્રી કલ્પેશભાઈ દલવાડી દ્વારા દાનમાં આપવામાં આવેલ જગ્યાએ બોર તથા પમ્પિંગ મશીનરીના કામનું ખાતમુહૂર્ત સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે સંપન્ન થયું.

આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારીના પૂ. તરૂદીદી, ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, અમિતભાઈ અમીન તથા સંગઠનના પ્રમુખ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ ગામના લોકો માટે પીવાના શુદ્ધ પાણીની સુવિધા સુનિશ્ચિત કરશે અને સ્થાનિક સમુદાયના જીવનમાં સુધારો લાવશે.

આ ઉમદા કાર્ય માટે દાતાશ્રી કલ્પેશભાઈ દલવાડીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ઉપસ્થિત મહાનુભાવોએ ગામના વિકાસ માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *