માવઠાની અસર: દમણ અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો

દમણ અને આસપાસના વિસ્તારોમાં ભર ઉનાળે માવઠા જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશ દમણ-દાદરા નગર હવેલીમાં 30 માર્ચથી 4 એપ્રિલ વચ્ચે અચાનક હલકા થી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ આ પ્રભાવ જોવા મળ્યો.

હવે જોવાં જઈએ તો દમણ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં છાંટા પડતા રસ્તાઓ ભીંજાઈ ગયા. જો કે, અસહ્ય ગરમી અને બફારાથી પીડાતા લોકો માટે આ વરસાદે થોડો સમય માટે રાહત આપી. પરંતુ, આ અચાનક પલટાએ ખેડૂતોની ચિંતાઓ વધારી છે.વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરીજનો અને પ્રવાસીઓએ હળવી ઠંડકનો આનંદ માણ્યો, પણ ખેતી ઉપર તેની અસર કેવી થશે, એ જોવું જરૂરી બની રહેશે. હવે જોવાનું રહેશે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગળ પણ આવી સ્થિતિ રહેશે કે નહીં.

દમણ થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *