
આણંદ, 25 મે, 2025: આણંદના ખ્યાતનામ ડોક્ટરોના સામૂહિક પ્રયાસો દ્વારા ડો. નિમેષ પટેલ, ડો. ધર્મેન્દ્ર પટેલ, ડો. દર્શના મહેતા, ડો. ધવલ અમીન, ડો. પ્રિયદર્શિની, ડો. પવન સુરવસે જૈન અને ડો. આકાશ પ્રજાપતિ દ્વારા નિર્મિત અત્યાધુનિક આરોગ્યસેવા કેન્દ્ર “ડોક્ટર હાઉસ”નો ભવ્ય શુભારંભ આજે થયો. આ પ્રસંગે આણંદના લોકપ્રિય સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે હાજરી આપી હતી. તેમણે આ નવીન આરોગ્યસેવા કેન્દ્રના નવા સોપાન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને શહેરના આરોગ્યક્ષેત્રમાં આ પ્રકારના યોગદાનને સરાહનીય ગણાવ્યું.

આ અવસરે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી, પૂર્વ સાંસદ શ્રી દિપકભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી તથા કોષાધ્યક્ષ શ્રી સુનિલભાઈ શાહ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. “ડોક્ટર હાઉસ” આણંદના નાગરિકો માટે ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે, જે આ પ્રદેશના આરોગ્ય ક્ષેત્રે એક નવો અધ્યાય ઉમેરશે.
આણંદ થી જય શ્રીમાળી..