
બાલાસિનોર, તા. 20 જુલાઈ 2025: “વસ્તી નિયંત્રણ – સુખી જીવનનો મંત્ર!”ના નારા સાથે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે શ્રી બાલાસિનોર વિદ્યામંડળ સંચાલિત MSW કોલેજ, બાલાસિનોર ખાતે “વસ્તીવધારાની સમસ્યા” વિષય પર એક પ્રેરક પોષ્ટર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને વિચારશીલતા દ્વારા વસ્તી નિયંત્રણના મહત્વને રજૂ કરતાં આકર્ષક પોષ્ટરો બનાવ્યાં અને સમાજને જાગૃત કરવા માટે મૂલ્યવાન સૂચનો આપ્યાં.

આ કાર્યક્રમને કોલેજના આચાર્ય ડૉ. દિનેશભાઈ માછી સાહેબનું માર્ગદર્શન અને સહકાર પ્રાપ્ત થયો, જેના દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને દિશા-નિર્દેશ મળ્યાં. કાર્યક્રમ દરમિયાન ડૉ. તૃષાબેન દ્વારા વસ્તી વૃદ્ધિની સામાજિક સમસ્યાઓ અને તેની અસરો વિશે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી. આ ઉપરાંત, પ્રો. શિવાનીબેન દ્વારા સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વસ્તી નિયંત્રણની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી, જેણે વિદ્યાર્થીઓને આ મુદ્દે વધુ જાગૃત કર્યા.
વિદ્યાર્થીઓના ઉત્સાહપૂર્ણ સહભાગિતા અને સમર્પણથી આ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા યુવાનોમાં સામાજિક સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના જગાડવામાં MSW કોલેજ, બાલાસિનોર સતત પ્રયાસરત છે.
બાલાસિનોર થી અરવિંદ રાવલ..

