દમણ મદરેસા મદરેસામાં ઘૂસી ધમકી આપનાર છ આરોપીઓની ધરપકડ, 31 મે સુધી પોલીસ રિમાન્ડ મંજૂર

સંઘ પ્રદેશ દમણના મદરેસામાં ઘૂસી ને ધમકી આપનાર છ આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા તમામ આરોપીઓનો 31 મે સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે.

દમણના જામિયા નુરુલ ઇસ્લામ મદરેસામાં 28 મેના રોજ કેટલાક શખ્સોએ ઘૂસી ને વિદ્યાર્થીઓ અને સંચાલકોને ધમકી આપી હતી. ઘટના બાદ તરત જ મદરેસાની તરફથી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આરોપીઓએ મદરેસામાં ગેરકાયદેસર પ્રવેશ કરી ગુનાહિત કાવતરું રચ્યું અને હિંસક ઈરાદાથી અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો. વિદ્યાર્થીઓને ડરાવ્યા અને માઠી અસર પહોંચાડી. આશ્ચર્યજનક બાબત એ છે કે તેઓએ સગીર વિદ્યાર્થીઓને પણ નહિ છોડ્યા.

આ સમગ્ર કેસમાં દમણના નાની અને મોતી દમણના કુલ છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ઝાહિદ અબ્બાસ ઇસ્માઇલ, ઝાકીર હુસૈન ખુર્શીદ ખાન, લિયાકત અલી ઉસ્સાનબાઈ, શબ્બીર ઇબ્રાહિમ ફંસાવાલા, અખ્તર અલી અહેમદ મિયા અને નાહિદ મિયાં અમોદ મિયાનો સમાવેશ થાય છે.

આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 61, 351, 352, 189(8), 189(5), 333 અને 3(5) હેઠળ ગુનો નોંધાયો છે. 29 મેના રોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી 31 મે સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે.

હવે આ કેસમાં આગળની કાર્યવાહી માટે દમણ ક્રાઈમ બ્રાન્ચ વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ વધારી રહી છે.
સાથે જ જુઓ દમણના શાંતિ અને કાયદાની રક્ષા માટે કેવી રીતે પોલીસ સતર્ક બની રહી છે.

દમણ થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *