સાયખા જીઆઇડીસીની લૂના કેમિકલમાં કામદારોની સુરક્ષા ખતરામાં: સેફ્ટી સુવિધાનો અભાવ

સાયખા જીઆઇડીસીની લૂના કેમિકલ કંપનીમાં ઉંચાઈ પર કામ કરતાં કામદારો માટે કોઈ સેફ્ટી સુવિધા નહીં

સેફ્ટી ઈન્સપેક્ટર ફોન પણ ઉઠાવતા ન હોય ફરીયાદ કોને કરવી ?


ભરૂચ

સાયખા જીઆઇડીસીમાં આવેલી લૂના કેમિકલ કંપનીમાં ઉંચાઈ પર કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિના કામદારોને જોખમમાં કામ કરાવવાની ઘટનાની સ્થાનિક સ્તરે ભારે ચર્ચા છે. મળતી માહિતી મુજબ, કંપનીમાં અમુક કામદારો વિના હાર્નેસ, હેલ્મેટ કે અન્ય ફરજિયાત સેફ્ટી ગિયર વગર ઊંચાઈ પર કામ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.



આ મુદ્દે જાગૃત નાગરિકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુરક્ષા નિયમોનું પાલન ન થવાથી કોઇ મોટી દુર્ઘટનાની સંભાવના ત્યજી શકાય તેમ નથી. કંપનીમાં કાર્યરત કામદારોને જાનહાનિ જેવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે તે માટે કાયદેસર સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી ફરજિયાત છે.


સેફ્ટી ઇન્સ્પેક્ટર તરફથી ગંભીર બેદરકારી

મુદ્દાની ગંભીરતા વચ્ચે સ્થાનિક નાગરિકો દ્વારા જ્યારે સેફ્ટી ઇન્સ્પેક્ટરને ફોન કરાયો, ત્યારે તેઓ ફોન ઉઠાવતા ન હોવાની ફરિયાદ પણ સામે આવી છે. આથી પ્રશ્ન ઉઠે છે કે આખરે આવા અધિકારીઓનું કામ શું જે માત્ર કાગળ પર જ સીમિત છે?

જવાબદારી નક્કી થવી આવશ્યક

આ અંગે સ્થાનિક તંત્ર તેમજ જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરેટ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જે કંપનીઓ કામદારોની સુરક્ષા સાથે ચેડાં કરે છે, તેઓ માટે ઉદાહરણરૂપ દંડ અને પગલાં નક્કી થવા જોઈએ.

સુરક્ષા વિના ઉદ્યોગ વિકાસ શૂન્ય સમાન

જ્યાં એક તરફ સરકાર ‘સુરક્ષિત અને સસ્ટેનેબલ ઉદ્યોગ વિકાસ’ની વાત કરે છે, ત્યાં આ પ્રકારના સુરક્ષા ભંગના કિસ્સાઓ એ બાબતને પછાડે છે. જો તંત્ર સમયસર સતર્ક ન બને તો આવી બેદરકારી કોઈ મોટી જાનહાનિ સર્જી શકે છે.

ભરૂચ થી ગૌતમ ડોડીઆ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *