
હાલોલ, પંચમહાલ
પંચમહાલ જીલ્લાના હાલોલ નગરપાલિકા દ્વારા વેસ્ટ ટુ વેલ્યુ અંતર્ગત પ્લાસ્ટીક એકમોમાં જપ્ત કરવામા આવેલા પ્લાસ્ટીક બેગમાંથી બાકડાઓ અને ટાઈલ્સ બ્લોગ બનાવામા આવી છે.પ્લાસ્ટિકમાંથી બનાવામા આવેલા બાકડાઓને શહેરમા આવેલા મંદિરો પાસે જાહેર જગ્યાઓ પર મુકવામા આવી છે.જેથી જેનો ઉપયોગ જાહેર જનતા કરી શકે.નગરના હનુમાનમંદિર પાસે ભાવિકો બેસી શકે તે માટે બ્લોગ અને પ્લાસ્ટીક બેચ મુકવામા આવ્યા છે.

પર્યાવરણને માટે ખતરારુપ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવાના અભિયાનના ભાગ રુપે જીલ્લામા આવેલી નગરપાલિકાઓ દ્વારા પ્લાસ્ટીકનુ વેચાણ અને ઉત્પાદન કરતા એકમો સામે કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.જેના ભાગરુપે હાલોલ નગરપાલિકા દ્વારા હાલોલ જીઆઈડીસી વિસ્તારમા આવેલા ઔધોગિક એકમો માં તપાસ કરીને લાખો ટન પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામા આવ્યો હતો. હવે લાખો ટન ભેગા કરાયેલા પ્લાસ્ટીકને સળગાવી ને નાશ કરી શકાય નહી કારણ કે તેને સળગાવામા આવે તો તેનો ધુમાડો પર્યાવરણમાં વાતાવરણને પણ પ્રદુષિત કરે છે. આ બધાની વચ્ચે પાલિકા દ્વારા જપ્ત કરેલા પ્લાસ્ટિકનો ઉપયોગ લોકહિતમા થઈ શકે તે માટે નવતર પ્રયોગ કરવામા આવ્યો છે. જે અતંગર્ત વેસ્ટ ટુ વેલ્યુ પ્રોજેક્ટ હેઠળ જપ્ત કરવામા આવેલા પ્લાસ્ટિકમાંથી ટાઈલ્સ બ્લોક અને બેસવાની બેંચ બનાવામા આવી છે. આ પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ જાહેર ઉપયોગી જગ્યાઓ પર કરવામા આવ્યો છે. જેમા હાલોલ શહેરમા આવેલા કણજરી ચોકડી પર હનુમાન મંદિર પાસેની ખુલ્લી જગ્યાઓ પર બાકડાઓ મુકવામા આવ્યા છે. જેનો ઉપયોગ હનુમાન મંદિરે આવતા દર્શનાર્થીઓ કરી રહ્યા છે.અત્રે નોધનીય છે કે હાલોલ નગર પાલિકાએ 850 ટન પ્લાસ્ટીક વેસ્ટ બેગ ભેગી થઈ છે.જેમાંથી માત્ર 30 ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બેંચ બનાવા માટે તેનો ઉપયોગ કરવામા આવ્યો છે. પાલિકાના આ પ્રયોગને નગરવાસીઓ પણ આવકારી રહ્યા છે.