
ખેડા, તા. 29 એપ્રિલ 2025: ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવા પ્રમુખ તરીકે નયનાબેન પટેલની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત નડિયાદ સ્થિત કમલમ ખાતે યોજાયેલી ભાજપ કાર્યકરોની બેઠકમાં કરવામાં આવી, જેની અધ્યક્ષતા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.
નયનાબેન પટેલ ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ પંચાયતી રાજ સમિતિના પૂર્વ પ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. તેમના વર્ષોના અનુભવ અને સમર્પણને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને આ મહત્વની જવાબદારી સોંપી છે.
ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં લાંબા સમયથી ભાજપ પ્રમુખની નિયુક્તિનો નિર્ણય પેન્ડિંગ હતો. નયનાબેન પટેલની આ નિયુક્તિ સાથે જિલ્લા ભાજપની સંગઠનાત્મક ગતિવિધિઓને વધુ મજબૂતી મળવાની અપેક્ષા છે.
આ પ્રસંગે ભાજપના કાર્યકરોએ નયનાબેન પટેલને અભિનંદન પાઠવ્યા હતા અને પાર્ટીના લક્ષ્યોને હાંસલ કરવા સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..