
આજરોજ નડિયાદ ખાતે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે R&B વિભાગ દ્વારા ₹2082 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડામર રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રસંગે નીચે મુજબના રસ્તાઓના કામોનો શુભારંભ કરવામાં આવ્યો:

1. નડિયાદ-પેટલાદ રોડ: ₹1942 લાખના ખર્ચે પીપલગ ચોકડીથી આખડોલ કેનાલ સુધીના 6 કિમી રોડને 7 મીટરથી ફોરલેનમાં વિસ્તરણ, મજબૂતીકરણ, નાળાનું કામ અને રોડ ફર્નિચરની કામગીરી.
2. કેરિયાવી એપ્રોચ રોડ : ₹20 લાખના ખર્ચે 400 મીટર રોડનું ડામર રિસરફેસીંગ અને ફર્નિચર કામગીરી.
3. ગુતાલ-ઉત્તરસંડા રોડ : ₹120 લાખના ખર્ચે 2.4 કિમી રોડનું રિસરફેસીંગ, મજબૂતીકરણ, નાળાકામ અને રોડ ફર્નિચરની કામગીરી.
આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા મહામંત્રી શ્રી મનીષભાઈ, તાલુકા પંચાયત સભ્ય શ્રી રશ્મિભાઈ, શ્રી ઈશ્વરભાઈ, પીપળાતા સરપંચ શ્રી આશિષભાઈ, ડે.સરપંચ શ્રી સુરેશભાઈ, કેરિયાવી સરપંચ શ્રી ભમાભાઈ, વલેટવા સરપંચ શ્રી રાવજીભાઈ, આખડોલના અગ્રણી શ્રી બુધાભાઈ, શ્રી પરીનભાઈ, શ્રી તેજસભાઈ, શ્રી હિનલભાઈ, શ્રી અલ્પેશભાઈ સહિત અન્ય આગેવાનો, R&B વિભાગના શ્રી વિવેકભાઈ સહિતના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રોજેક્ટ્સ પ્રદેશના મૂળભૂત સુવિધાઓના વિકાસ અને લોકોની સુગમતા માટે મહત્વનું પગલું છે.
ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..