વલસાડ જિલ્લાના વાપી ખાતે પોલીસનું મધરાત્રિ કોમ્બિંગ, 384થી વધુ સંદીગ્ધો ડિટેન

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં મધરાત્રીએ પોલીસ દ્વારા વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. દેશના વિવિધ વિસ્તારોમાંથી આવી વાપીમાં વસવાટ કરી રહેલા ઇલિગલ નાગરિકોને ઝડપવા માટે આ કવાયત શરૂ કરવામાં આવી હતી.


વાપીના ગીતાનગર અને રેલવે સ્ટેશન વિસ્તારોમાં જી.આઈ.ડી.સી. અને ટાઉન પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે જ વલસાડ એલ.સી.બી અને એસ.ઓ.જીની ટીમોએ પણ આ ઓપરેશનમાં ભાગ લીધો હતો.

શંકાસ્પદ ઘરોમાં દરોડા પાડીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 384થી વધુ સંદીગ્ધોને ડિટેન કરવામાં આવ્યા છે. તમામના દસ્તાવેજોનું ચકાસણું ચાલી રહ્યું છે. જો તપાસ દરમિયાન નકલી કે ડુપ્લિકેટ દસ્તાવેજો મળતાં હશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરીને તેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર ઓપરેશન વાપીમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.

વાપી થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *