
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના સંદર્ભે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટી (CCS)ની બેઠકમાં પાકિસ્તાન સંદર્ભે નીચે મુજબના કડક નિર્ણયો લેવામાં આવ્યા છે:
1.ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે.
2.પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પર રોક લગાવવામાં આવશે.
3.દરેક પાકિસ્તાની નાગરિકના વિઝા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે.
4.અટારી બોર્ડર પોસ્ટ બંધ કરવામાં આવશે, અને પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે 1 મે, 2025 સુધીની સમયમર્યાદા આપવામાં આવશે.
5.પાકિસ્તાની ડિપ્લોમેટ્સને તાત્કાલિક ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ નિર્ણયો રાષ્ટ્રની સુરક્ષા અને અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે. ભારત સરકાર આતંકવાદ સામે પોતાની ઝીરો ટોલરન્સ નીતિ પર અડગ રહેશે.