
અમદાવાદ, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકાના ₹1,593 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું.

આ પ્રસંગે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP) અંતર્ગત રોજગાર માટે 3,000 લાભાર્થીઓને યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને તેમજ ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ પસંદગી પામેલ લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ, રાજ્યના 700થી વધુ જુનિયર ક્લાર્કને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ અમદાવાદના વિકાસ અને રોજગાર સર્જનના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું છે, જે શહેરની પ્રગતિ અને નાગરિકોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રીપોર્ટ : જય શ્રીમાળી..