પંચમહાલના ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી થશે, વિશાળ ડોમ સહિતની કામગીરીને આખરી ઓપ


ગોધરા,

ગોધરા ખાતે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી થવાની છે. જેના લઈને તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત  ઉપસ્થિત રહેશે. લુણાવાડા રોડ પર છબનપુર ખાતે વિશાળ ડોમ તૈયાર કરવામા આવી રહ્યો છે. ગોધરા શહેરના રોડ રસ્તાને પણ રીનોવેટ કરી દેવામાં આવી રહ્યા છે. ડીવાઈડરોને પણ રંગરોગાન કરવામા આવી રહ્યા છે. ગુજરાતના અન્ય જીલ્લામાંથી પણ પોલીસના જવાનો બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે.

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ગુજરાતના સ્થાપના દિવસની નિમીત્તે ગુજરાત ગૌરવ દિવસ 2025ની ઉજવણી કરવામા આવશે જેના લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે. સાથે ગોધરા શહેરમાં પણ સાકસફાઈ સહિત રોડ રસ્તાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.છબનપુર – પોપટપુરા ઓવર બ્રીજથી ગોધરા તરફ જતા રસ્તાનું પણ નવીનીકરણ કરવામાં આવ્યુ છે. કાર્યક્રમમા દિવસે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે રસ્તાની બાજુમાં માટીનું પુરણ પણ કરવામાં આવી રહ્યુ છે. સ્થાપના દિવસને લઈને પોલીસ પરેડ, પોલીસ બેન્ડ સહિતના કાર્યક્રમો તેમજ શસ્ત્રપ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાનારા છે. ગોધરા શહેરમા સ્થાપના દિવસની ઉજવણીને લઈને ગોધરાવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમા લુણાવાડા રોડ છબનપુર ખાતે ગોધરા શહેરના બામરોલી રોડ ખાતે, એસઆરપી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ હોવાથી ડામ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સુરક્ષાને લઈને અન્ય જીલ્લાની પોલીસ પણ સુરક્ષામાં જોડાશે કાર્યક્રમને લઈને ગોધરા શહેરના રસ્તાઓનું પણ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.

પંચમહાલ ગોધરા થી વિજયસિંહ સોલંકી..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *