એન્ફોર્સમેન્ટ એજન્સીઓના અંદાજ મુજબ ગેરકાયદેસર વેપારનો આંકડો રૂ. 1,000 કરોડથી વધુનો છે, જે ખેડૂતો, અન્ન સુરક્ષા અને ભારતની કૃષિ અર્થતંત્ર સામે જોખમ ઊભું કરે છે
એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ સમગ્ર ગુજરાતમાં બનાવટી અને ભેળસેળયુક્ત એગ્રોકેમિકલ્સના ઉત્પાદન અને વિતરણ સાથે સંડોવાયેલા વિશાળ અને સંગઠિત નેટવર્કનો ભાંડો ફોડ્યો છે. આ નેટવર્ક ખેડૂતોની આજીવિકા, ગ્રાહક સુરક્ષા તથા ભારતના કૃષિ અર્થતંત્ર સામે ગંભીર ખતરો ઊભો કરે છે.

એન્ફોર્સમેન્ટ એજન્સીઓની તાજેતરની કામગીરી રાજકોટમાં 30 ડિસેમ્બરે હાથ ધરવામાં આવી હતી. 2025માં અમદાવાદમાં 20 નવેમ્બરે, રાજકોટમાં 12 ઓક્ટોબરે અને વધુ એક પગલામાં રાજકોટમાં 1 સપ્ટેમ્બર સહિતની કરાયેલી વિવિધ એફઆઈઆર અને દરોડા પછી આ કામગીરી હાથ ધરાઈ હતી. આ પગલાંના પગલે પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ હોવાનું બતાવતી બનાવટી એગ્રોકેમિકલ કામગીરીઓના વધી રહેલા કદ અને પ્રસાર ધ્યાનમાં આવ્યો છે.
અનેક જપ્તીઓ અને ચાલી રહેલી તપાસ છતાં, એન્ફોર્સમેન્ટ એજન્સીઓનો અંદાજ છે કે ગેરકાયદેસર એગ્રોકેમિકલના વેપારનું પ્રમાણ રૂ. 1,000 કરોડથી વધુ હોઈ શકે છે. અધિકારીઓ માને છે કે ઘણા ઓપરેટરો સક્રિય છે, સમગ્ર ભારતમાં એજન્ટો, વિતરકો અને રિટેલર્સના સ્તરીય નેટવર્ક દ્વારા કાર્યરત છે અને નિયમનકારી દેખરેખથી બચવા માટે વ્યવહારોનો નોંધપાત્ર હિસ્સો રોકડમાં કરવામાં આવે છે.

અધિકારીઓને રાજકોટને મુખ્ય કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે, જેમાં અંકલેશ્વરથી અનિયંત્રિત છૂટા બીજ અને લૂઝ એગ્રોકેમિકલ્સના ગેરકાયદેસર પ્રસાર થતો હોવાનું જણાયું છે. ઘણા કિસ્સાઓમાં, “જૈવિક” વિકલ્પો તરીકે વેચાતી પ્રોડક્ટ્સમાં રાસાયણિક અવશેષો જોવા મળ્યા હતા અને ફરજિયાત સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ્સ બોર્ડ (સીઆઈબી) રજિસ્ટ્રેશનનો અભાવ હતો.
2015ના ફિક્કીના અભ્યાસના અંદાજ મુજબ 25 ટકા નોન-જેન્યુઇન પ્રોડક્ટ્સનો વ્યાપ પાકની ઉપજમાં 4 ટકાનો ઘટાડો કરી શકે છે, જેના પરિણામે વાર્ષિક લગભગ 10.6 મિલિયન ટન અનાજના ઉત્પાદનનું નુકસાન થાય છે. આનાથી નિકાસ બજારોમાં 29 મિલિયન ટન ખાદ્યાન્ન (જેનું મૂલ્ય લગભગ 26 અબજ ડોલર છે) અને 30 મિલિયન ટન ફળો અને શાકભાજી (જેનું મૂલ્ય લગભગ 1.4 અબજ ડોલર છે) દાવ પર લાગે છે, જેનાથી ખેડૂતો, ઉદ્યોગ અને સરકારને નોંધપાત્ર આવકનું નુકસાન થાય છે.
ચિંતાજનક રીતે, આ નકલી કૃષિ રસાયણો અને ગેરકાયદેસર બીજ ફક્ત ગુજરાત પૂરતા મર્યાદિત નથી. તે મહારાષ્ટ્ર સહિત પડોશી રાજ્યોમાં પણ વિતરિત કરવામાં આવી રહ્યા છે, જેના કારણે પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને એક મુખ્ય કૃષિ તથા ઔદ્યોગિક રાજ્ય તરીકે ગુજરાતની પ્રતિષ્ઠા નબળી પડી રહી છે.

ગુજપ્રો એગ્રીબિઝનેસ કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડના સીઈઓ શ્રી કુલદીપસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “બનાવટી એગ્રોકેમિકલ્સ ભારતીય કૃષિ ક્ષેત્રને ચૂપચાપ નાશ કરી રહ્યા છે. નકલી પ્રોડક્ટ્સને અસલી તરીકે વેચવામાં આવતા ખેડૂતો પોતાનો બધો પાક અને આવકની ઋતુ ગુમાવે છે, જેના કારણે પરિવારો દેવામાં ડૂબી જાય છે. નુકસાન ખેતર સુધી જ મર્યાદિત નથી. અનિયંત્રિત રસાયણો ખોરાક, માટી અને પાણીને દૂષિત કરે છે, જેનાથી જાહેર આરોગ્ય ગંભીર જોખમમાં મુકાય છે. આ કૃષિ ઇકોસિસ્ટમનું સંગઠિત આર્થિક નુકસાન છે અને ખેડૂતોને ફક્ત અસલી, નિયમન કરાયેલી પ્રોડક્ટ્સ જ મળે અને આવા શોષણથી સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ પાસેથી તાત્કાલિક, સંકલિત પગલાં લેવાની માંગ ઊઠી છે.”
નકલી એગ્રોકેમિકલ્સની અસર કોઈ એક પ્રદેશ કે રાજ્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. તેની અસર કૃષિ ક્ષેત્રની બહાર પણ ફેલાયેલી છે, જેના કારણે ખાદ્ય પુરવઠામાં વિક્ષેપ, ભાવમાં અસ્થિરતા અને માટી તથા પાણીના દૂષણને કારણે ખાદ્ય સલામતી અને જાહેર આરોગ્ય માટે જોખમો વધી રહ્યા છે.

આ ફક્ત વ્યાપારી છેતરપિંડી કે બૌદ્ધિક સંપત્તિના ઉલ્લંઘનનો કેસ નથી. તે ખેડૂત કલ્યાણ, ગ્રાહક વિશ્વાસ અને ભારતના ફૂડ ઇકોસિસ્ટમની અખંડિતતા પર સીધો હુમલો છે. આ નેટવર્કને તોડી પાડવા માટે મજબૂત અમલીકરણ, ઝડપી કાર્યવાહી અને દાખલો બેસે તેવો દંડ કરવો જરૂરી છે.
નિવારક પગલાં પણ એટલા જ મહત્વપૂર્ણ છે. નિષ્ણાંતો કૃષિ વિભાગ અને જંતુનાશક ઉદ્યોગ દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ પહેલની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે, જેથી ખેડૂતોને વધુ નુકસાન થાય તે પહેલાં અસલી પ્રોડક્ટ્સ ઓળખવા અને નકલી એગ્રોકેમિકલ્સ ટાળવા માટે શિક્ષણ આપી શકાય. પાકના નુકસાન અને ખેડૂતોની તકલીફ ઉપરાંત, નકલી પ્રોડક્ટ્સ અનિયંત્રિત કેમિકલ્સથી ફૂડ ચેઇન્સ અને પાણીના સ્ત્રોતોને દૂષિત કરીને ગ્રાહક સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. આ માત્ર એક કૃષિ ક્ષેત્રનો પડકાર નથી, પરંતુ તે એક જાહેર આરોગ્ય કટોકટી છે જે ખેડૂતો, ગ્રાહકો અને ભારતના ફૂડ ઇકોસિસ્ટમની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે સંકલિત પગલાં, કડક અમલીકરણ અને વ્યાપક શિક્ષણની માંગ

