સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓની જે.એસ.આયુર્વેદિક કોલેજના એનાટોમી લેબની શૈક્ષણિક મુલાકાત

સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ, નડિયાદના આચાર્યશ્રી  પ્રો.ડૉ.મહેન્દ્રકુમાર દવે સાહેબની પ્રેરણાથી જે.એસ.આયુર્વેદિક કોલેજ, નડીઆદ સાથે અત્રેની કોલેજના MOU થયેલ છે.

જે સંદર્ભમાં આજરોજ તા.11/07/2025 ના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક કોલેજની ‘એનાટોમી લેબ’ ની મનોવિજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓ માટે મુલાકાત લેવામાં આવી હતી. ત્યાંના અધ્યાપકો ડૉ. સીતારામ મિત્તંતાય, તથા અન્ય અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થીઓ ડો.રાજ, ડો,કાજલબેન, ડો.રિધ્ધિબેન તથા ડો.મમતા બહેને  માનવશરીરની રચના, મગજ અને તેના ભાગો, હદય, ધમની, શિરાઓ, ગર્ભાશય, કરોડરજ્જુ, મૂત્રપિંડ, અસ્થિઓ, કાન, નાક, આંખ અને શરીરના અન્ય તમામ ભાગોનું મ્યુઝીય દર્શન કરાવી અગત્યની ઉપયોગી માહિતી પુરી પાડી હતી

તેમજ  માનવશરીરના કેટલાક ભાગો જેવા કે હદય, લીવર, હોજરી, કિડની, મુત્રપિંડ વગેરેનું  લાઈવ ડેમોટ્રેશન કરાવ્યું હતું. વિશેષમાં જણાવવાનું કે હ્યુમન બોડીને પ્રિઝર્વ કેવી રીતે કરવી તેની સમજ આપી હતી. આયુર્વેદ કોલેજના આચાર્ય ડૉ.કલાપી પટેલ સાહેબે આયુર્વેદ કોલેજના એનાટોમી વિભાગની મુલાકાત માટે વિદ્યાર્થીઓને ધન્યવાદ પાઠવ્યા હતા.  આ મુલાકાત કાર્યક્રમમાં ડીઓ.પ્રકાશભાઈ વિછીયા, ડો.અર્પિતાબેન ચાવડા અને ડો.ગણેશભાઈ પ્રજાપતિ વિદ્યાર્થીઓએ સાથે જોડાયા હતા.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *