
હવામાન વિભાગની આગાહીને અનુરૂપ આજે દાદરા નગર હવેલી સહિત દમણ અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદે હાજરી આપી છે. વહેલી સવારે જ આકાશ વાદળછાયું બન્યું હતું અને થોડી જ વારમાં સેલવાસ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકી ગયો હતો.
આચકાએ શરૂ થયેલા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો ભીના થઈ ગયા હતા, જેના પરિણામે વાહનોની ગતિ ધીમી પડી હતી. ખાસ કરીને પીક અવર દરમિયાન રીંગરોડ, ટોકરખાડા રોડ અને સુપથ હોસ્પિટલ વિસ્તાર જેવા વિસ્તારોમાં વાહન ચાલકોને ભારે અવરજવરનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદથી બચવા માટે અનેક લોકો અને ટૂ-વ્હીલર ચાલકોને બ્રિજ નીચે આશરો લેવાની ફરજ પડી હતી.
હવામાન વિભાગે ૨૮ મે ૨૦૨૫ સુધી દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવા થી મધ્યમ દરજ્જાના કમોસમી વરસાદની આગાહી કરી છે. વાદળછાયું વાતાવરણ અને ભીની હવામાં ઠંડકની લાગણી અનુભવી હતી.
જાહેર અને ખાનગી શાળાઓ તેમજ ઓફિસોમાં જઈ રહેલા લોકોને પણ થોડો તકલીફભરો અનુભવ થયો હતો. તંત્રએ લોકોને અસાવધાની ન રાખવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા માટે સૂચના આપી છે.
દાદરા નગર હવેલી થી આલમ શેખ..