
સેલવાસ દમણગંગા સર્કિટ હાઉસની બાજુમાં આવેલા ગાર્ડનમાં હાલ વેકેસનને લઈ પ્રવાસીઓ તેમજ સ્થાનિકોનો ભારે ધસારો રહે છે. સાંજના સમયે ઠંડક હોવાને કારણે ગાર્ડનમાં મોટી સંખ્યામાં લોકો બેસે છે અને નાના ભૂલકાઓ રમતના સાધનો પર રમત રમે છે.નક્ષત્રવન ગાર્ડનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ટિકિટ લીધા બાદ જ પ્રવેશ આપjવામાં આવે છે જ્યારે આ ગાર્ડનમાં મફત પ્રવેશ હોવાને કારણે લોકોનું અને પ્રવાસીઓનું આવવાનું પ્રમાણ વધારે જોવા મળે છે.હાલમાં ગરમીની સીઝન સાથે વેકેશન ચાલે છે જેથી બપોરના સમયે લોકો ઓછાં આવે છે અને સાંજે ચાર વાગ્યા પછી આ ગાર્ડનમાં લોકોની અવરજવર વધી જાય છે. કેટલાક લોકો જે સાંજે વોકિંગ માટે નીકળે છે તેઓ પણ આ ગાર્ડનમાં આવીને થોડો આરામ કરી લે છે પરંતુ આ ગાર્ડન સાંજે 7 વાગ્યામાં જ બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોની માંગ છે કે આ ગાર્ડન કમસે કમ રાત્રે 9વાગ્યા સુધી ખુલ્લો રાખવો જોઈએ.
સેલવાસ થી આલમ શેખ..