દીપક ફાઉન્ડેશનનો ‘સંગાથ’ પ્રોજેક્ટ: 1.30 લાખ પરિવારોને લાભ, ભરુચમાં ₹624 કરોડની સહાય

20 ફેબ્રુઆરી 2026ના રોજ Deepak Foundation દ્વારા અમલમાં મુકાયેલા ‘સંગાથ’ પ્રોજેક્ટની સિદ્ધિઓ રજૂ કરવા હિતધારક પ્રસાર સેમિનાર યોજાયો. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે (IAS) મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

‘સંગાથ’ પ્રોજેક્ટનો ઉદ્દેશ વંચિત અને અનુસૂચિત વર્ગના લોકો સુધી વિવિધ શાસકીય યોજનાઓ અને જરૂરી દસ્તાવેજ સેવાઓનો લાભ પહોંચાડવાનો છે. પ્રોજેક્ટની શરૂઆત દેશના ત્રણ રાજ્યોના 21 સ્થળોએ થઈ હતી, હાલ બે રાજ્યોના 17 સ્થળોએ કાર્યરત છે. દીપક ગ્રુપ ઓફ કંપનીઝના CSR અંતર્ગત છેલ્લા પાંચ વર્ષથી આ પહેલ ચાલી રહી છે.

દેશભરમાં અત્યાર સુધી 1.30 લાખથી વધુ પરિવારો અને 3.20 લાખથી વધુ વ્યક્તિઓ આવરી લેવાયા છે. આશરે 8.40 લાખ અરજીઓમાં સહાય આપવામાં આવી, જેમાંથી 92% અરજીઓ મંજૂર થઈ છે. કુલ ₹128 કરોડથી વધુનો લાભ લાભાર્થીઓને મળ્યો છે.

ખાસ કરીને ભરુચ જિલ્લામાં વાગરા અને ભરુચ તાલુકાના 42 ગામોમાં 13,000થી વધુ પરિવારો અને 41,000થી વધુ લાભાર્થીઓ જોડાયા છે. અહીં 1.10 લાખથી વધુ અરજીઓમાં સહાય આપી, જેમાંથી 96% મંજૂર થઈ છે અને કુલ ₹624 કરોડથી વધુની સહાય લાભાર્થીઓને પ્રાપ્ત થઈ છે.

કાર્યક્રમમાં નિર્મલસિંહ યાદવ (જનરલ મેનેજર – કોર્પોરેટ અફેર્સ, દીપક ગ્રુપ ઓફ કંપનીઝ), સ્મિતા મનિયાર (વડા, SRDI વિભાગ) સહિત અધિકારીઓ, વિવિધ શાસકીય પ્રતિનિધિઓ, તલાટી-કમ-મંત્રીશ્રીઓ, સ્ટાફ સભ્યો, લાભાર્થીઓ અને મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *