
દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ‘અધુનિક મલ્ટી ટ્રેડ LLP’ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી છે. આંખ ઝપકતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખા પરિસરમાં ધૂમાડું ફેલાઈ ગયું।

આગ લાગતાની સાથે જ કંપનીમાં અફરા-તફરી મચાઈ ગઈ અને કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે બહાર દોડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ બુઝાવવાનું કામ શરૂ કરી દીધુ..

ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક પોલીસ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી. ઘટનાસ્થળે દોડધામનો માહોલ જોવા મળ્યો હતો, જોકે હાલ સુધી કોઈ જાનહાનીની માહિતી મળી નથી, હાલ તો આગ શા કારણે લાગી તેની ચોક્કસ માહિતી મળી નથી, પણ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનના કારણે આ ઘટના બની હોઈ શકે છે।
ફાયર બ્રિગેડની ટીમ સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને પોલીસ સમગ્ર મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે..
વાપી થી આલમ શેખ..