
નડિયાદ, તા. 28 એપ્રિલ 2025
આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરની શાળા વ્યવસ્થાપન કમિટી (SMC/SMDC) ના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લાઇવ સંવાદ સાધ્યો હતો.

આ સંવાદ દરમિયાન તેમણે શાળા વ્યવસ્થાપન અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે નડિયાદની શાળા નંબર 1, પ્રયાગ પાર્ક, વીકેવી રોડ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અતુલભાઈ, પૂર્વ કાઉન્સિલર શ્રી ગૌરાંગભાઈ, સ્કૂલ બોર્ડ સભ્ય શ્રી રુચિરભાઈ, શાળા વ્યવસ્થાપન કમિટીના અધ્યક્ષ શ્રીમતી શિલ્પાબેન, મુખ્ય શિક્ષક શ્રીમતી પારૂલબેન, CRC શ્રીમતી વંદનાબેન અને શ્રી ઉમેશભાઈ તેમજ શાળાના શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રે સુધારણા અને સમુદાયની સહભાગિતા વધારવાના હેતુથી યોજાયો હતો, જેમાં શાળા વ્યવસ્થાપનની જવાબદારીઓ અને શૈક્ષણિક ગુણવત્તા સુધારણા પર ચર્ચા કરવામાં આવી.
ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..

