Gujarat | ગુજરાતમાં સગર્ભાઓના ચેકઅપના વીડિયો વેચવાનું કૌભાંડ, સોશિયલ મીડિયા પર વાઇરલ થયા CCTV ફૂટેજ..

મહિલાઓના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર , બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપના સી.સી.ટી.વી ફૂટેજના 5 હજારથી વધુ વીડિયો સોશિયલ મીડિયા ચેનલો, ટેલિગ્રામ, યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે. જે મહિલા દર્દીઓની પ્રાઇવેસીને ખતરામાં મૂકતી આ ઘટનાથી હાહાકાર મચી જવા પામ્યો છે. સોશિયલ મીડિયા પર અપલોડ થયેલા આ વીડિયો ગુજરાતની કોઇ હોસ્પિટલના હોવાનું સ્પષ્ટપણે માલુમ પડી રહ્યું છે.

આ વાયરલ વીડિયો ગુજરાતી ભાષામાં વાતચીત થઇ રહી હોવાનું સંભળાય છે. જોકે આ વાયરલ વીડિયોની સંપૂર્ણ હકીકત હજુ સુધી સામે આવી નથી. આ જઘન્ય અપરાધ કોના દ્વારા કરવામાં આવ્યું છે તેની તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર કેટલાક લોકો 999 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ આપીને આ વીડિયો બતાવી રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર 15 જેટલા ગ્રુપ બનાવવામાં આવ્યા છે જેમાં 5 હજારથી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. અલગ અલગ ચેકઅપના ફોલ્ડર બનાવવામાં આવ્યા છે. જેમાં મહિલાઓના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર , બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપ સહિતના વીડિયો ઉપલબ્ધ છે. આ ફોલ્ડરમાં બાળક જન્મનાં 50, એક્સ-રે નાં 250 થી વધુ, ઈન્જેક્શનનાં 250 થી વધુ અને ગાયનેક તપાસનાં 2500 થી વધુ વીડિયો ક્લીપ ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે.

હાલમાં મેઘા એમબીબીએસ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની તપાસ ચાલુ છે. આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ તપાસ કરી રહી છે. સાઇબર ક્રાઇમ આઇટી એક્ટ 66 E અને 67 કલમ હેઠળ ગુનો નોંધશે. આઇપી એડ્રેસ ટ્રેસ કરી લીંક સુધી પહોંચવામાં આવશે.

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના પોકળ દાવા  ડૉક્ટર દર્દીઓ માટે ભગવાનનું બીજું રૂપ હોય છે. જ્યાં દર્દી અને તેના પરિવારજનો ડૉક્ટર અને હોસ્પિટલના સ્ટાફ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે. ત્યારે ગુજરાતમાં મહિલા દર્દીઓની પ્રાઇવેસીને ખતરામાં મૂકતી ઘટના સામે આવી છે. કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટનાને લીધે હાહાકાર મચી ગયો છે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 4.7 / 5. Vote count: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *