ભાજપ દમણ દ્વારા ત્રણ મંડળ અધ્યક્ષોની નિયુક્તિની જાહેરાત



દમણ, તા. 23 મે, 2025: સંઘપ્રદેશ દમણમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા) દ્વારા આજરોજ જિલ્લાના ત્રણ મંડળ અધ્યક્ષોના નામની જાહેરાત કરવામાં આવી હતી. દાનહ દમણ દીવના પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી દિપેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, ભાજપ કાર્યાલય ખાતે આજે આ નિયુક્તિઓની જાહેરાત કરવામાં આવી.

આ પ્રસંગે નીચે મુજબના મંડળ અધ્યક્ષોની નિયુક્તિ કરવામાં આવી:
– કડૈયા મંડળ : શ્રી મુકેશ છોટુભાઈ પટેલ
– મરવડ મંડળ : શ્રી ઈવાની કિરણ પટેલ
– ડાભેલ મંડળ : શ્રી રામસિંહ કાળીદાસ પટેલ

આ ત્રણેય નવનિયુક્ત અધ્યક્ષોને પુષ્પગુચ્છ આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભાજપ દમણ આ નવા નેતૃત્વ સાથે પાર્ટીના ઉદ્દેશોને વધુ મજબૂત કરવા અને સંઘપ્રદેશના વિકાસ માટે કટિબદ્ધ છે.

દમણ થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *