
આપના જિલ્લા પ્રભારી અને જુના કોંગ્રેસી યાકુબ ગુરજી કોંગ્રેસને નુકસાન કરશે ?
આપના જિલ્લા પ્રભારી અને જુના કોંગ્રેસી યાકુબ ગુરજી કોંગ્રેસને નુકસાન કરશે ?
ધારાસભ્ય ચૈતર વસાવાના કારણે ભરૂચ અને નર્મદા જિલ્લો રાજકીય રીતે ચર્ચામાં રહ્યા કરે છે. રાજકીય વિશ્લેષકોની ચાંપતી નજર આમ આદમી પાર્ટીનાં પર્ફોમન્સ પર રહે છે. આ વચ્ચે વાગરા વિધાનસભામાં આમ આદમી પાર્ટી આગામી 2027ની વિધાનસભામાં મોટુ ફેક્ટર સાબિત થાય તેવુ લાગી રહ્યુ છે, વાગરા વિધાનસભામાં જોરશોરથી સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે. જેના કારણે આગામી દિવસોમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાય જાય અને સીધી ટક્કર આપ- ભાજપ વચ્ચે થાય તો નવાઈ નહીં.

2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ થોડા જ મહિનાઓમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારી શરૂ કરી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણી સુધીમાં મહત્તમ મતદારો સુધી પહોંચવા અને વધુમાં વધુ કાર્યકર્તાઓને પાર્ટીમાં જોડવા આપ પાર્ટી કમર કસી રહી છે. આપના સદસ્યતા અભિયાન અંગે ભરૂચ લોકસભા ઈન્ચાર્જ યાકુબ ગુરજીએ જણાવ્યું હતું કે, પ્રદેશના આદેશ અનુસાર ભરૂચ લોકસભા ની ૭ વિધાનસભાઓમા જીલ્લા પંચાયત દિઠ જે જનસભાઓનુ આયોજન હતું તેમાં ભરૂચ લોકસભા ની કુલ ૫૪ જીલ્લા પંચાયત ની બૈઠકો માં 54 બેઠકો ઉપર મિટીંગ થય ચુકી છે અને 54 જેટલી નવી ટીમો બની છે તેઓ હવે લાભ પાંચમ પછી કુલ 254 તાલુકા પંચાયત બેઠકો ઉપર મિટીંગ કરી બુથ સુધી પહોંચશે. અમારા નેતા ચૈતરભાઈ જે રીતે લોકોના પ્રશ્નોના નિરાકરણ તરફ અગ્રેસર રહે છે. ભાજપના ભ્રષ્ટાચાર ની પોલ ખોલે છે જેલમાંથી છુટ્યા પછી બીજા દિવસથી નવા બનેલા ચિકદા તાલુકા અને સાગબારાના ગામોનો પ્રવાસ કરી રહ્યા છે. એ સાચા જનપ્રતિનિધિ હોવાનું પ્રતિક છે જેના કારણે લોકો સમગ્ર લોકસભા માંથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ જીલ્લા યુથ વિગ પ્રમુખ ચિરાગભાઈ ગોહિલ, ભાડભુત બેરેજ અને નર્મદા બચાવવા મેદાને પડેલ ભરૂચ શહેરના પ્રભારી એડવોકેટ કમલેશભાઈ મઢીવાલા, જીલ્લા મંત્રી દિપકભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ નોફલભાઈ પટેલ ઉપરાંત આમ આદમી પાર્ટી જીલ્લા/ તાલુકા સંગઠન ના બધા લોકો જે નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.
ભરૂચ લોકસભામાં 5500 જેટલા લોકો આજ સુધીમાં આમ આદમી પાર્ટીમા જોડાયા છે. તેમા પણ છેલ્લા ૧૫ વર્ષ થી ભાજપ નો ગઢ રહેલ વાગરા વિધાનસભા માં પણ હવે આમ આદમી પાર્ટી નો દબદબો વધી રહ્યો છે. કોંગ્રેસ હાસીયામાં ધકેલાઈ રહી છે. જ્યારે ભાજપની વોટ બેંક પણ હવે સરકી રહી છે. વાગરા વિધાનસભામાં એડવોકેટ કમલેશ મઢીવાલા આપમાં જોડાયા પછી સદસ્યતા અભિયાનને વેગ મળ્યો છે. વાગરા વિધાનસભા મતવિસ્તારમાં ઓબીસી સમાજની વાત કરીએ જે હંમેશા ૮૦ ટકા થી વધુ ભાજપ સાથે રહેલ હોય તેમનો ભાજપની મોહભંગ થયો છે. ૧૯ જેટલા ઓબીસી ગામોના પ્રતિષ્ઠિત આગેવાનો આમ આદમી પાર્ટીમા જોડાયા છે અને હજુ જોડાવવાનો પ્રવાહ ચાલુ છે. એ જ રીતે ચૈતરભાઈના પ્રભાવ અને પ્રયાસોથી આદીવાસી સમાજમાં જે જાગૃતિ આવી છે. આદિવાસી સમાજ પણ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહ ભેર જોડાઈ રહ્યો છે , બીજી તરફ કોંગ્રેસ ની એક માત્ર મતબેંક ગણાતો મુસ્લિમ સમાજ ના આગેવાનો પણ હવે આમ આદમી પાર્ટી તરફ આવી રહ્યા છે.

