
ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ રોડ પર એક ગંભીર અકસ્માત થયો છે. મેડલિન એન્ટરપ્રાઈઝીસમાં રો-મટીરીયલ લઈ જતું ટેન્કર અચાનક ટાયર ફાટવાને કારણે પલટી મારી ગયું. ઘટનામાં ટેન્કરનો ચાલક ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ ટેન્કરમાંથી રસ્તા પર રો-મટિરિયલનું પ્રવાહી વહેતું થયું હતું. ઘટનાની જાણતા તુરંત જીપીસીબી (ગુજરાત પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રસ્તા પર વહેલા પ્રવાહીનું નમૂના એકત્રિત કરી વધુ તપાસ શરૂ કરી છે.

મેડલિન એન્ટરપ્રાઇઝીસના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. હાલ પ્રવાહી કયા પ્રકારનું છે અને તેની વિષાળતા કેટલી છે તે અંગે જીપીસીબી તપાસ કરી રહી છે.

પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા પણ યોગ્ય પગલાં લઈ ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યો છે. ઘટનાની વધુ વિગતો સામે આવવાની બાકી છે.
ઉમરગામ થી આલમ શેખ..