
વાપી: કાશ્મીરના પુંચ જિલ્લામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા યાત્રાળુઓ માટે વાપી તાલુકાના મુસ્લિમ સમાજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. શુક્રવારે બપોરે નમાઝ બાદ સ્થાનિક મુસ્લિમ સમાજના સભ્યો એકઠા થઈ વાપીના ઝંડા ચોક સુધી રેલી કાઢી હતી.

આ રેલી દરમિયાન ઉપસ્થિત લોકોએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ અને ‘આતંકવાદ મુર્દાબાદ’ જેવા નારા લગાવી આતંકી પ્રવૃત્તિઓનો કડક વિરોધ નોંધાવ્યો હતો. રેલીમાં મોટા પાયે યુવાઓ અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા.

મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું કે તેઓ દરેક પ્રકારના આતંકવાદના વિરોધમાં છે અને દેશની એકતા અને અખંડિતતાને પૂરી સમર્પિતતા સાથે સમર્થન આપે છે. સાથે જ પાકિસ્તાન અને આતંકી સંગઠનો સામે કેન્દ્ર સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માગણી પણ કરી હતી.

સમાજના આગેવાનોનો વધુમાં એવો મેસેજ હતો કે, “અમે દેશભક્ત છીએ અને શહીદોની શહાદત વિખૂટા ન જાય એ માટે એકજ અવાજે આતંકવાદ વિરુદ્ધ એંકારો ઉચ્ચારવો જરૂરી છે.”
વાપી થી આલમ શેખ..