
જમ્મૂ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા બાદ આ હુમલાને વખોડવા અને આતંકીઓનો નાશ કરી એક ઠોસ ઉદાહરણ પૂરું પાડવાના આશય સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે.

ત્યારે સંઘપ્રદેશ દમણમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના યુવા વિદ્યાર્થીઓ અને શહેરના જાગૃત નાગરિકો દ્વારા મોડી સાંજે નાની દમણના દિલિપ નગર ક્રિકેટ ગ્રાઉન્ડથી મશાલ ચોક સુધી વિરોધ પ્રદર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવી જ રીતે વાપીમાં પણ સામાજિક સંસ્થાઓએ કેન્ડલ જલાવી દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ દેશભરમાં આક્રોશ સાથે દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પવાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આતંકીઓ એ કાશ્મીર ફરવા ગયેલા દેશના નિર્દોષ નાગરિકોને ગોળી મારી મોત ને ઘાટ ઉતારી દીઘા છે આ દુઃખદ. ઘટનાને ધ્યાન માં રાખી વાપી ટાઉનમાં સરદાર ચોક ખાતે વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેન્ડલ જલાવી 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.

એજ રીતે દમણમાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને પ્રદેશના પ્રબુદ્ધ જાગૃત નાગરિકોએ વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી આયોજિત કરી હતી. અને મશાલ ચોક પર મીણબત્તી પ્રગટાવી મૃતાત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આતંકીઓનો ખાતમો સેનાના જવાનો હવે જલ્દી કરે તેવી માંગ કરી હતી. આ રેલીમાં દાનહ-દમણ-દીવના ભાજપ પાર્ટીના પદાધિકારીઓ, મહિલા પુરુષ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે વિવિધ શૈક્ષણિક સંસ્થાનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ રેલીમાં જોડાયા હતા.
દમણ થી આલમ શેખ..