
ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમને સમર્પિત “ઓપરેશન સિંદૂર”ની સફળતાને વધાવવા અને દેશના સ્વાભિમાનનું સન્માન કરવા કપડવંજ વિધાનસભા ખાતે “તિરંગા યાત્રા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા રાષ્ટ્રભક્તિના ઉલ્લાસ અને ભારતીય સેનાના વીર જવાનોની શૌર્યગાથાને ઉજાગર કરતું દૃઢ પ્રતીક બની રહી.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દ્રઢ નેતૃત્વ હેઠળ ભારત સરકારે આતંકવાદ વિરુદ્ધ “ઝીરો ટોલરન્સ”ની નીતિ અપનાવી છે. આ નીતિના પરિણામે, જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકી હુમલાનો ભારતીય સેનાએ મક્કમ જવાબ આપ્યો. “ઓપરેશન સિંદૂર” દ્વારા સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાઓ પર સફળ હવાઈ હુમલા કરી, 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો અને વિશ્વમંચ પર ભારતના તિરંગાની શાન વધારી.

કપડવંજ ખાતે આયોજિત આ તિરંગા યાત્રામાં માનનીય પદાધિકારીશ્રીઓ, દેશપ્રેમી કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. યાત્રા દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘જય હિન્દ કી સેના’ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. આ પ્રસંગે ભારતીય સેના પ્રત્યે આદરાંજલિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી, જે દેશની એકતા અને સેનાના શૌર્યનું પ્રતિબિંબ બની રહ્યો.
આ યાત્રા દ્વારા, કપડવંજના નાગરિકોએ ભારતીય સેનાના વીર જવાનોની બહાદુરી અને દેશપ્રેમને બિરદાવ્યો, જે રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનું જીવંત ઉદાહરણ બની રહ્યું. આ તિરંગા યાત્રા દેશના દરેક નાગરિકને એકતાના સૂત્રમાં બાંધી રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જાળવી રાખવાનો સંદેશ આપે છે.
ખેડા કપડવંજ થી જય શ્રીમાળી..