વાપીમાં નજીવી બાબતે યુવક પર નિર્દય હુમલો: બે આરોપીઓએ પથ્થરથી ઢોર માર માર્યો

એકે યુવકને પગતળે દબાવી દીધો અને બીજાએ 10થી વધુ વખત ભારે પથ્થરના ઘા મારી અધમુઓ કર્યો

વાપીમાં નજીવી બાબતે બોલાચાલી થતાં બે યુવકોએ એક શખસને જાહેરમાં પથ્થરથી ઢોર માર માર્યો હતો. એકે યુવકને પગતળે દબાવી દીધો હતો અને બીજાએ 10થી વધુ વખત પથ્થરના ઘા મારી યુવકને અધમુઓ કરી નાખ્યો હતો. જાહેરમાં હચમચાવતા હુમલાના આ દ્દશ્યો CCTVમાં પણ કેદ થયા હતા. આ હુમલામાં યુવકને ગંભીરઈજા પહોંચી હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લીધા છે.


બે શખસોએ પથ્થરથી હુમલો કર્યો
આ સમગ્ર ઘટનાને વિસ્તારથી જોઈએ તો વલસાડ જિલ્લાના વાપી શહેરના મોટી સુલપડ વિસ્તારમાં ગુરુવારે સાંજે એક યુવક પર હુમલાની ઘટના સામે આવી હતી. બિહારી નગર તરફ જઈ રહેલા 23 વર્ષીય અનમોલ અનિલ શર્મા પર બે શખસોએ પથ્થરથી હુમલો કર્યો હતો.


યુવકના હાથ-પગ સહિત શરીરે ગંભીર ઈજાઓ
અનમોલ વાપી મોટી સુલપડમાં યોગેશભાઈની ચાલીમાં રહે છે. આરોપી પ્રવીણ ભીખુ પટેલ અને ચેતન પટેલે અનમોલને ગ્રાઉન્ડમાં મળ્યા બાદ પાછળથી પકડી લીધો હતો. બંને આરોપીઓએ અનમોલ પર હુમલો કર્યો હતો. એક શખસે યુવકને પગતળે દબાવી દીધો હતો. જ્યારે બીજા શખસે શરીર પર પથ્થર વડે હુમલો કર્યો હતો. એક બાદ એક 10થી પણ વધુ વખત પથ્થરથી માર માર્યો હતો. હુમલામાં અનમોલના હાથ-પગ સહિત શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. એક પગ ફ્રેક્ચર થયો હોવાનું જાણવા મળ્યું છે.

ગંભીરઈજા પહોંચતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો બંને આરોપીઓને પોલીસે ઝડપી લીધાઈજાગ્રસ્ત અનમોલને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં તાત્કાલિક પગલા રૂપે વાપી ટાઉન પોલીસે ફરીયાદના આધારે BNSની કલમ 115(2), 117(2), 118(2), 352, 351(3), 54 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. મારામારીના બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તેઓને ઝડપી લેવા માટે વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા તથા DySP બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ અને વાપી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. રાઠોડના નેતૃત્વમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજરોજ ગુનામાં સંડોવાયેલા બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આરોપીઓના પોલીસ રીમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.


હાજર લોકોમાંથી કોઈએ પણ યુવકને બચાવવાનો પ્રયાસ ન કર્યો ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક શખ્સ અનમોલનો હાથ પકડી રાખે છે અને બીજો મોટો પથ્થર લઈને તેના પગ પર હુમલો કરે છે. ઘટનાસ્થળે હાજર લોકોમાંથી કોઈએ પણ યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો. પોલીસે સ્થાનિક લોકોના નિવેદન લીધા છે અને તપાસ ચાલુ છે.

વાપી થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *