સેવાવસ્તીના બાળકો સાથે ‘એકતા એક લક્ષ્ય’ સંગઠન દ્વારા હોળી ઉત્સવની ઉજવણી

‘એકતા એક લક્ષ્ય’ સંગઠન દ્વારા તા. ૩ માર્ચના રોજ હોળીના પાવન તહેવાર નિમિત્તે સેવાવસ્તીમાં જઈ બાળકો સાથે આનંદપૂર્વક હોળી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોને પિચકારી અને રંગનું વિતરણ કરવામાં આવ્યું તેમજ વિવિધ રમતો દ્વારા બાળકો સાથે આનંદમય સમય વિતાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન બાળકોને હોળી તહેવારનું ધાર્મિક અને સામાજિક મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. સાથે જ સૌએ મળીને તહેવારો ઉજવવાના સંદેશ સાથે સમાજમાં એકતા અને ભાઈચારા જાળવવાની પ્રેરણા આપવામાં આવી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં રહેલી ઊંચ-નીચ, જાતિભેદ અને ભેદભાવ જેવી માનસિકતાઓ દૂર કરી સમાજમાં સમાનતા, એકતા અને ભાઈચારા જેવા મૂલ્યો મજબૂત બનાવવાનો હતો.

સંગઠનના કાર્યકરોએ જણાવ્યું હતું કે ‘એકતા એક લક્ષ્ય’ સંગઠન દ્વારા સમાજમાં સેવાભાવ અને સામાજિક એકતા વધે તે માટે સતત સેવાકીય અને જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આવનારા સમયમાં પણ સમાજના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *