
આંકલાવ, ભારતીય સેનાના અજોડ પરાક્રમ અને સાહસના સન્માનમાં, દરેક ભારતીયના હૃદયમાં ગર્વની લાગણી જન્માવે તેવી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન આંકલાવ વિધાનસભાના આંકલાવ શહેર ખાતે કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતીક બની રહી, જેમાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં માનનીય સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી સુનિલભાઈ શાહ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી પથિકભાઈ પટેલ, આંકલાવ શહેર પ્રમુખ શ્રી મિહિરભાઈ શાહ, આંકલાવ શહેર સંગઠનના પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ તિરંગા યાત્રા દ્વારા ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ જેવા શૌર્યભર્યા કાર્યોની સરાહના કરવામાં આવી, જેણે આતંકના પ્રહારો સામે દેશને સુરક્ષિત રાખવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ નેતાઓ અને નગરજનોએ રાષ્ટ્રધ્વજનું સન્માન કરી, દેશભક્તિનો સંદેશો ફેલાવ્યો.
આણંદ થી જય શ્રીમાળી..