
ઉમરગામ: રેલવે ઓવરબ્રિજનાં પશ્ચિમ તરફ સર્વિસ રોડ સાથે હાઈટેક ગટર બાંધકામનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ખાસ કરીને સોળસુંબાના દુકાનદારો આ ગટર યોજના સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

આ ગટર બાંધકામમાં માત્ર બે-ત્રણ વ્યક્તિઓના દિશાનિર્દેશથી કામ ચાલતાં હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ન તો દુકાનદારોની વાત સાંભળી ગઈ છે અને ન જ યોગ્ય રીતે આયોજન કરાયું છે, જેથી વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દુકાનદારોનો આક્ષેપ છે કે, બાંધકામ દરમ્યાન તેમની દુકાનોની એન્ટ્રી અવરોધાય ગઈ છે, જેના કારણે તેમની રોજગાર પર સીધી અસર પડી રહી છે. ઘણા વેપારીઓએ તો આ મુદ્દે લેખિત રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવી છે.

મહત્વનું છે કે, આવા વિકાસકામો જનહિત માટે કરવામાં આવે છે, પરંતુ યોગ્ય દિશાનિર્દેશ અને સર્વસંમતિ વગરના નિર્ણયથી હાલ માથાભારે સ્થિતિ સર્જાઈ છે. વેપારીઓની માંગ છે કે તાત્કાલિક રણનીતિ બદલી યોગ્ય પ્લાનિંગ સાથે કામ શરૂ કરાય અને દુકાનદારોના હિતોને ધ્યાનમાં લઈને આગળ વધી શકાય.
ઉમરગામ થી આલમ શેખ..