નડિયાદ, તા. ૨૬/૦૪/૨૦૨૫:
ગત તા. ૨૩/૦૪/૨૦૨૫ના રોજ રાત્રે આશરે ૧૧:૪૫ વાગ્યે નડિયાદ-પેટલાદ રોડ પર પીપલંગ ગામની સીમમાં બુલેટ ટ્રેનના બ્રિજ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. મિત્રાલ રાધુપુરા ખેતર, તા. વસો, જિ. ખેડા ખાતે રહેતા સંજયભાઈ ભાનુભાઈ પરમાર (ઉ.વ. ૩૦) અને તેમના કાકાના દીકરા વિજયભાઈ મનુભાઈ પરમાર, જેઓ રીયલ લક્ષ્મી કંપનીમાં મજૂરી કરે છે, તેઓ વિજયભાઈના હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ (નં. GJ-07-AQ-0465) પર કંપની જઈ રહ્યા હતા.
આ દરમિયાન, સફેદ રંગની ફોરવ્હીલ ગાડી (નં. UKB-6809)ના ચાલકે બેફિકરાઈ અને ઝડપથી ગાડી ચલાવીને મોટરસાઇકલને ટક્કર મારી હતી, જેના કારણે બંનેને ગંભીર ઇજાઓ થઈ. સંજયભાઈને માથાની જમણી બાજુ અને શરીરે ઇજાઓ થઈ, જ્યારે વિજયભાઈને ડાબા પગ, પગના પંજા અને જમણી આંખની પાંપણ પર ઇજાઓ થઈ. બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. સંજયભાઈને રજા આપવામાં આવી, જ્યારે વિજયભાઈ હજુ સારવાર હેઠળ છે.
સંજયભાઈએ ફોરવ્હીલ ચાલક સામે બેફિકરાઈ અને ગફલતભરી ડ્રાઇવિંગ બદલ કાયદેસર કાર્યવાહીની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.