
ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત હોલ ખાતે આજરોજ સરપંચ સહદેવ વઘાતની અધ્યક્ષતામાં લોક ઉપયોગી જાહેર શૌચાલય, આદિવાસી કન્યા છાત્રાલય, સરીગામ દક્ષિણી ફળિયા ખાતે આંગણવાડી કેન્દ્ર, તથા સરીગામ રમજાનગર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ભીલાડની ઇન્ડો કાઉન્ટ કંપની દ્વારા સીએસઆર અંતર્ગત કુલ રૂ.35 લાખના વિકાસના કાર્યો સરીગામ વિકાસ મંચના સંયોજક રાકેશ રાય ના આગેવાનીમાં કરવામાં આવ્યા હતા.

સરીગામ ગ્રામપંચાયત વિસ્તાર મા વિકાસ ની ગતિ એ જોર પકડ્યું છે સરીગામ બજાર વિસ્તાર મા મોટી સંખ્યા મા લોકો ચીજ વસ્તુઓ ખરીદવા આવતા હોઈ છે જયારે સૌચાલય ના હોવાથી લોકો ને પરેશાની નો સામનો કરવો પડતો હોઈ છે લોકો ને પડતી સમસ્યા ને ધ્યાંનમાં લઈ સરીગામ ના શિક્ષીત સરપંચ સહદેવ વઘાત અને સરીગામ વિકાસ મચ ના પ્રમુખ રાકેશ રાય એ ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ ના CSR અંતર્ગત 35લાખ ના કામ કરાવ્યા હતા જાહેર મા શૌચાલય બનાવવાથી લોકો ને વર્ષો થી પડતી સમસ્યા નું આજે નિરાકરણ આવ્યું હતુ ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત હોલ ખાતે આજરોજ સરપંચ સહદેવ વઘાતની અધ્યક્ષતામાં લોક ઉપયોગી જાહેર શૌચાલય, આદિવાસી કન્યા છાત્રાલય, સરીગામ દક્ષિણી ફળિયા ખાતે આંગણવાડી કેન્દ્ર, તથા સરીગામ રમજાનગર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ભીલાડની ઇન્ડો કાઉન્ટ કંપની દ્વારા સીએસઆર અંતર્ગત કુલ રૂ.35 લાખના વિકાસના કાર્યો સરીગામ વિકાસ મંચના સંયોજક રાકેશ રાય ના આગેવાનીમાં કરવામાં આવ્યા હતા.

લોકાર્પણ કાર્યક્રમમાં સરીગામના યશસ્વી સરપંચ સહદેવ વઘાત, ઉપસરપંચ સંજય બાડગા, નવનિયુકત તાલુકા પંચાયત,સભ્ય અરવિંદ બોબા, સરીગામ વિકાસ મંચના સંયોજક રાકેશ રાય, સરીગામ વિકાસ મંચના સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરીગામના અગ્રણી એવા રાજેશ પંચાલ દ્વારા સરીગામ વિકાસ મંચના સંયોજક રાકેશ રાયની કામગીરીને બિરદાવી પ્રશંસા કરી હતી અને જણાવ્યું કે રાકેશ રાય ના આગેવાનીમાં સરીગામ ની અંદર વિકાસની ગતિ પ્રશંસા પાત્ર છે સાથે સાથે જમ્મુ કાશ્મીર ના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
ઉમરગામ થી આલમ શેખ..