
વાપીમાં કોળીવાડમાં રહેતા અને કોંગ્રેસના આગેવાન ખંડુભાઈ પટેલ દ્વારા શ્રી જય જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી કોળિવાડના નેજા હેઠળ ભવ્ય જલારામ બાપાનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો બુધવાર તા. 23/04/2025 ના શુભ દિને બારમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં હોમ-હવન સાથે આયોજિત મહાપ્રસાદમાં 5 હજાર જેટલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઇ જલારામ બાપાના દર્શન કર્યા હતાં.

વાપીના કોળીવાડમાં સ્થિત આ જલારામ બાપાનું મંદિર આજથી 12 વર્ષ પહેલાં નિર્માણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જે બાદ દર વર્ષે અહીં મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ પાટોત્સવ દરમ્યાન વહેલી સવારે પૂજ્ય બાપાની પધરામણી અને આરતી બાદ શ્રી સત્યનારાયણની પૂજાનું આયોજન કરવામાં આવે છે. સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. રાત્રે રાસ ગરબા અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે.

શ્રી જય જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ (વાપી કોળિવાડ) દ્વારા આયોજિત આ 12માં પાટોત્સવ માં વાપી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તો દર્શને આવ્યા હતાં. તો, મહાપ્રસાદમાં 5 હજાર જેટલા ભાવિકભક્તોએ લાભ લીધો હતો.
વાપી થી આલમ શેખ..