અમરેલી: ચક્કરગઢ પાટીયા નજીક અમરેલી-સાવરકુંડલા માર્ગ પર સિંહણનું અકસ્માતમાં મોત


અમરેલી, તારીખ: 24 એપ્રિલ, 2025
અમરેલી-સાવરકુંડલા માર્ગ પર ચક્કરગઢના પાટીયા નજીક એક દુઃખદ ઘટના બની છે, જેમાં ગીરની શાન સમી એક 5 વર્ષની સિંહણનું અજાણ્યા વાહનની અડફેટે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનામાં વાહનચાલકે સિંહણને કચડી નાખી અને ઘટના બાદ ફરાર થઈ ગયો હતો.


સિંહણના શરીર પર વાહન ફરી વળતાં તેનું શરીર માંસના લોચાઓથી રક્તરંજિત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મૃત સિંહણનો કબજો લઈ તપાસ શરૂ કરી. વનવિભાગે અજાણ્યા વાહનચાલકની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે.

આ ઘટના રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતો બાદ માર્ગ અકસ્માતમાં સિંહણના મોતની ગંભીર ઘટના તરીકે સામે આવી છે. વનવિભાગ દ્વારા આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને અજાણ્યા વાહનચાલક સામે કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.

અમરેલી થી વીરજી શિયાળ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *