
જમ્મુ-કશ્મીરના પહલગામ ખાતે તારીખ 22 એપ્રિલ, 2025ના રોજ પ્રવાસીઓ પર થયેલ ભયંકર આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોના થયેલા મૃત્યુથી નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ ઊંડું દુ:ખ વ્યક્ત કરે છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોને નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પે છે.

આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી સ્વસ્થ થાય અને તેમના પરિવારોને આ દુ:ખદ સમયમાં શક્તિ મળે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. આવા કાયરતાપૂર્ણ આતંકી હુમલાઓ શાંતિ અને માનવતાના દુશ્મન છે, અને અમે આવા કૃત્યોની સખત નિંદા કરીએ છીએ.
અમે સરકાર અને સુરક્ષા એજન્સીઓને વિનંતી કરીએ છીએ કે આ હુમલાના ગુનેગારોને ઝડપથી ન્યાયના કટઘરે લાવવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે : હાર્દીક ભટ્ટ, પ્રમુખ, નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ
ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..